હિતવર્ધક સંસ્થા

અધ્યક્ષ : શ્રી જિતેન્દ્ર કદેચા

સંસ્થાનો પરિચય અને ઉદેશ્યો

શ્રી વિશા શ્રી માળી  સોની હિતવર્ધક સંસ્થા એક સામાજિક સંસ્થા છે જે શ્રી વીશા શ્રી માળી સોની સમાજની યુવા-શક્તિ   દ્વારા તારીખ : 29-03-1992 નાં રોજ સ્થાપિત થયેલ છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ સમાજના સભ્યોમાં બચત અને તેના પર આવશ્યકતા અનુસાર ઋણ લઇ શકે. સમાજના યુવાનોને સહકારી સંસ્થાની કાર્ય-પદ્ધત્તિથી પરિચિત કરાવવા. સંસ્થામાં પ્રાથમિક રૂપે સમાજના 350 સદસ્યો દ્વારા સદસ્યતા ગ્રહણ કરવામાં આવી હતી.  ઉદ્દેશ ને સિદ્ધ કરવા માટે સમાજનાં અગિયાર  નવ-યુવાનો જેમાં શ્રી ભરતભાઈ રાજપરા, શ્રી નરેન્દ્રભાઈ સેજપરા, શ્રી CA.જયેશભાઈ સેજપરા, શ્રી રાસબિહારી મદાણી, શ્રી જીતેન્દ્રભાઈ કડેચા, શ્રી નવલભાઈ ધોળકિયા, શ્રી મધુસુદન રાજપરા , શ્રી સુનિલ ભાઈ રાજપરા(હાલમાં વડોદરા), શ્રી જગદીશભાઈ પાટડીયા (હાલમાં  મુંબઈ) , શ્રી વિનોદ ધોળકિયા (હાલમાં સુરત), શ્રી કિશોર ભાઈ ભાડીયાદ્રા  (હાલમાં અમલનેર) દ્વારા તન,મન અને ધનથી આ સમાજ- સેવી મહાયજ્ઞમાં ભાગ લેવા સ્થાપક કાર્યકારી સદસ્ય બનીને જંપલાવવામાં આવ્યું હતું.

નિઃસ્વાર્થ અને સદ્ધર કાર્યકારીણી દ્વારા આજે નિરંતર 27 વર્ષોથી સદસ્યો માટે કાર્ય કરતા સમાજ માટે લાભની ગંગા બનાવી છે.  સંસ્થાના સમસ્ત ઉદેશ્યોની પૂર્તિ કરતા સમાજ અને સદસ્યો માટે અનેરા સંસ્કૃતિ કાર્યક્રમોં દરવર્ષે લાભાંશ સાથે સહભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે. આજ સુધી સદસ્યોને તેમની બચત રાશિથી ત્રણગણી રાશિ લાભાંશ રૂપે આપવામાં આવી ચુકી છે અને જરૂરિયાત પ્રમાણે લોનની રાશિ આપવામાં આવી છે.  27 વર્ષથી સંસ્થાની સાધારણ સભા ખુબજ નિયમ અને સંયમ પૂર્વક આયોજિત કરવામાં આવે છે. 

સંસ્થાનાં કાર્યક્રમો

સંસ્થાના પ્રથમ સદસ્ય તરીકે શ્રીગણેશજી અને શ્રીનાથજીબાવા ને બિરાજમાન કરવામાં આવ્યા છે. સંસ્થાની દરેક સાધારણ-સભાનાં દિવસે શ્રીગિરિરાજ બાવાની હવેલી ઈંદોર ખાતે રાજભોગ ધરાવવામાં આવે છે.

આ સંસ્થા દ્વારા સહકારી તંત્ર પ્રમાણે આર્થિક-પેઢી જેમાં આર્થિક સહયોગ અને લાભાંશ ઉપરાંત  1993 માં સમાજના પ્રથમ વસ્તી-પત્રક નું પ્રકાશન, સમાજના વિદ્યાર્થીઓને સરસ્વતી પુરસ્કાર, વડિલોનું સન્માન, ઇન્દોરની પ્રખ્યાત નખરાળી-ઘાની અને શેલસીટી વોટર-પાર્ક ખાતે સમૂહ પીકનીક, સામુહિક રક્ષા-બંધન, શરદ-ઉત્સવ, ફાગ-ઉત્સવ,  શ્રીનાથદ્વારાની યાત્રા, ફિલ્મ પ્રદર્શન, મ્યુઝિકલ તંબોલા, સ્ટોરી તંબોલા,  વિવિધ ફાર્મ્સ પર પીકનીક અને રમત-ગમત, સમાજની ટિફિન પાર્ટી, મહામંડળ માટે 101 સદસ્ય,  વિગેરે અવનવા કાર્યક્રમનું આયોજન ખુબજ ખંત અને સંપૂર્ણ પ્રબંધ સાથે કરવામાં આવ્યું છે. 

સ્થાવર સંપત્તિ 

શૂન્યમાં થી સૃજન કરનારી આ સંસ્થાની સ્વામિત્વની ઓફિસ પણ ઈન્દોરનાં  મુખ્ય સરાફા બજાર ખાતે વસાવવામાં આવી છે જેમાં માનનીય સદસ્યોએ તન-મન-ધન થી સહયોગ આપ્યો છે.

સંસ્થાનાં અધ્યક્ષ અને માનદ મંત્રી અને ટ્રસ્ટી તરીકે નિમ્ન વર્ષોમાં સેવા આપનાર મહાનુભવ

વર્ષ 1992-1993. પ્રથમ અધ્યક્ષ શ્રી ભરતભાઈ રાજપરા અને માનદ મંત્રી સીએ. જયેશભાઈ સેજપરા

વર્ષ 1993-2002 દ્વિતીય અધ્યક્ષ શ્રી રાસબિહારી મદાણી  અને માનદ મંત્રી શ્રી જયેશભાઈ સેજપરા

વર્ષ 2002-2006 તૃતીય અધ્યક્ષ શ્રી વિનોદ ભાઈ ધોળકિયા અને માનદ મંત્રી  શ્રી મધુસુદન ભાઈ રાજપરા વર્ષ

વર્ષ 2006-2008 ચતુર્થ અધ્યક્ષ શ્રી જયેશ ભાઈ સેજપરા અને માનદ મંત્રી શ્રી કિશોર ભાઈ ભાડીયાદ્રા

વર્ષ 2008-2019 પંચમ અધ્યક્ષ   શ્રી નરેન્દ્ર ભાઈ સેજપરા  અને માનદ મંત્રી શ્રી જયેશભાઈ સેજપરા

વર્ષ 2019-2021 ષષ્ઠમ અધ્યક્ષ શ્રી જીતેન્દ્ર ભાઈ કડેચા અને કાર્યવાહક  મંત્રી શ્રી જયેશભાઈ સેજપરા

સંસ્થાના ટ્રસ્ટી પદ  પર વડિલશ્રી સ્વર્ગીય શ્રી જગન્નાથભાઈ રાજપરા રહ્યા, તેમજ વર્તમાનમાં શ્રી નરોત્તમભાઈ માંડલીયા, શ્રી દિપકભાઈ રાજપરા, શ્રી ભરતભાઈ જે. રાજપરા, શ્રી રાસબિહારી મદાણી, શ્રી નરેન્દ્રભાઈ સેજપરા સંસ્થાનાં ટ્રસ્ટી છે.

વર્ષ 2019-21માં પદાધિકારી અને કારોબારીનાં  16 સભ્ય સેવા આપી રહ્યા છે 

શ્રી મધુસુદન રાજપરા (ઉપાધ્યક્ષ), શ્રી નંદેશભાઈ રાજપરા (કોષાધ્યક્ષ), શ્રી યોગેશભાઈ પાટડિયા (પ્રચાર મંત્રી),શ્રી કેતનભાઈ મદાની (સહ મંત્રી), શ્રી દિપકભાઈ ઝીંઝુવાડિયા (સલાહકાર), શ્રી ભરતભાઈ ઝીંઝુવાડિયા,   શ્રી કુશલભાઈ ભાડીયાદ્રા, શ્રી વિપુલભાઈ ધિણોજા, શ્રી ભરતભાઈ લોલાડીયા, શ્રી નવલભાઈ ધોળકિયા, શ્રી પંકજભાઈ રાજપરા, , શ્રી ધર્મેશ ભાઈ કડેચા, શ્રી રાજેશ ભાઈ અખેણીયા છે.

સંસ્થાનો સંદેશ (Motive)

સંસ્થા દ્વારા એ પણ દર્શાવવામાં આવ્યું કે સમાજ, સંગઠનની તાકાતનો કેમ ઉપયોગ કરીને નાની બચત-રાશિથી કેમ વિશાળ રૂપ લઈને રચનાત્મક કાર્ય કરી શકે છે. સમાજ-સેવાને વાસ્તવિક રીતે અનુભવ કરાવવો હોય તો સભ્યોને સીધી રીતે ઉપયોગી થાય એવા કાર્ય જ સાચા અર્થમાં સમાજની સેવામાં ગણવામાં આવે છે.

વર્તમાનમાં સંસ્થા પૂર્વવત કાર્યરત છે અને શ્રી ઠાકુરજીની કૃપાથી નિરંતર પ્રગતિ કરે છે.  સંસ્થાના સભ્યોનો સંપૂર્ણ વિશ્વાશ અને નિષ્ઠા કાર્યકારીણી સદસ્યો પર હોવાના કારણે આજે સંપૂર્ણ ભારતના શ્રીમાળી સોની સમાજની આ સંસ્થા એક ઉદાહરણ રૂપે આર્થિક અને સામાજિક સંસ્થા બની છે. જેની નોંધ મહામંડળ અને આપણા સમાજના અને  વિવિધ શહેરોના પદાધિકારીઓ  દ્વારા લેવામાં આવી છે. 


શ્રી વિશા શ્રીમાળી સોની સમાજ

શ્રી યમુના મહિલા મંડળ