શ્રી વિશા શ્રીમાળી સોની સમાજ, ઇન્દૌર વ્હાલા સૌ જ્ઞાતિજનો, આજે આપણા શહેર માં વસતા દરેક જ્ઞાતિજનો ના દરેક ધરની સમ્પૂર્ણ વિગતો સાથે વેબસાઈટ પ્રસિદ્ધી થતાં ખુબ જ હર્ષ ની લાગણી અનુભવી એ છીએ આજના આજના કોમ્પ્યુટર તથા મોબાઈલ યુગમાં વેબસાઈટ દ્વારા દરેક જ્ઞાતિ જનોની વિગતો મોબાઈલ દ્વારા પ્રાપ્ત થઈ શકે આજના યુગમાં લગભગ દરેક વ્યક્તિ પાસે સ્માટર્ ફોન હોય છે જેથી આ ફોન દ્વારા દરેક જ્ઞાતિજન અધતન માહિતી મેળવી શકે તેવા ઉમદા હેતુ થી શરૂ કરવામાં આવેલ વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન ખુબ જ સરાહનીય છે. આ વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન બનાવવા માં હાલની કારોબારી સમિતિ દ્વારા આધુનિક યુગની વિચારણી તથા સમાજ ના લોકો ખાસ કરીને યુવાનો આ વેબસાઈટ નો વધુ માં વધુ ઉપયોગ કરી સમાજ ને આગળ લાવવા પ્રયત્ન કરે તેવી અપેક્ષા રાખીએ છીએ. આ વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન બનાવવા તમામ કારોબારી સભ્યો આપણા સમાજ ના જ્ઞાતિ જનો સર્વેએ ખુબજ મેહનત કરેલ છે અને વેબસાઈટ બનાવવા નો નવો અભિગમ અપનાવેલ છે જે અમારી જાણ મુજબ મધ્ય પ્રદેશ તેમજ અન્ય રાજ્યોમાં આ પ્રથમ પ્રયાસ છે. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી નું ડીઝીટલ ઇન્ડિયા નુ જે સપનું છે તેમાં સમાજ નો એક અગ્નસર કદમ. આપની સંસ્થા બિન હરિફ પ્રગતિ શીલ રહે તેમજ આ વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન સર્વ શ્રેષ્ઠ રહે તેવી હાદિર્ક અભિલાષા સાથે.
અધ્યક્ષ
શ્રી કુંજબિહારી મદાણી
સમાજ ની સ્વર્ણિમ યાત્રા
શ્રી વિશા શ્રીમાળી સોની સમાજ ની ઇન્દોર માં સ્થાપના ની ચર્ચા થાય ત્યારે સહુ પ્રથમ આપણા વડીલો દ્વારા સ્થાપેલી પરંપરાઓ, તેમના દ્વારા સમાજ ને અપાયેલી અમૂલ્ય સેવાઓ તથા તેમના સાનિધ્યમાં આપણે વિતાવેલ સમય આ બધાની યાદી આપણે તેના સંભાણનાઓ સાથે આજે કરીયે.
સર્વ પ્રથમ આશરે ૧૯૩૦ ના દાયકા માં દેવી અહિલ્યા ની પાવન નગરી મધ્યપ્રદેશ ના હૃદય સ્થલ ઇન્દોર માં સાત આઠ પરિવારો ગુજરાત ના વિભિન્ન સ્થલો થી વ્યવસાય માટે આવી ને સ્થાયી થયા.
સમયાંતરે તે પરિવાર નાં સગા સંબંધીઓ ધીરે ધીરે ઇન્દોર આવતા ગયા ત્યાર પછી વડીલોએ સમાજ સંગઠિત કરી.
શ્રી વિશા શ્રીમાળી સોની સમાજ ની સ્થાપના કરી ત્યારે મુખ્ય રૂપે સમાજ માં સ્નેહ મિલન નૃત્ય નાટીકાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા નવરાત્રી માં સમાજ ની ગરબી નું આયોજન થતું, સમયાંતર ધીરે - ધીરે સમાજ નો વ્યાપ અને વિસ્તાર વધતા સમાજ ના કિશોર વય નાં નવ યુવાન દ્વારા સન ૧૯૮૦ માં 'મૃદુલ મંજુલયુવા સમિતિ'' નું ગઠન થયું જેમાં સમાજ ના યુવા ભાઈ - બહેનો દ્વારા વિવિધ સામાજિક કાર્યક્રમો જેમાં શિક્ષા ક્ષેત્ર ઉત્સાહ વર્ધન માટે સરસ્વતી પુરસ્કાર ધાર્મિક ક્ષેત્ર રાસ - ગરબા સહિત ઘણા કાર્યક્રમો થતા.
ત્યારપછી સમાજ ના આર્થિક સામાજિક વિકાસ માટે સમાજ ના યુવાજનો દ્વારા સન ૧૯૯૨ માં 'શ્રી વિશા શ્રીમાળી સોની હિતવર્ધક સંસ્થા' નું ગઠન થયું. જેના મુખ્ય ઉદ્દેશ્ય સમાજ ના સભ્યો ની બચત અને તેના ઉપર જરૂરત મુજબ ઋણ નો લાભ આપવાનો રહયો. સાથે - સાથે હિતવર્ધક સંસ્થા નાં નામે એક ઓફિસ પણ લીધી.
સમયાંતર સમાજ ના મહિલા વર્ગ ને સક્રિય કરવા માટે સમાજ માં ધાર્મિક ગતિવિધિઓ ને જોશ દેવા માટે સન ૨૦૦૨ માં 'શ્રી યમુના મહિલા મંડળ' નું આયોજન થયું જેમાં વિવિધ ધાર્મિક ઉત્સવોનાં અવસરે વિવિધ કાર્યક્રમ નું આયોજન થવા લાગ્યું.
લગભગ ૪૦ વર્ષ ના કાર્યકાલ દરમિયાન સમાજ પ્રગતિ ના પથ પર આગળ વધતો રહયો. ત્યાર પછી પાછલા વર્ષો માં સમાજ એ વિવિધ યોજનાઓ દ્વારા સમાજ ના દાતાશ્રી ઓ ના સહયોગ થી સમાજ ના નામે જમીન લઈને સમાજ ને સારો એવો ફંડ ભેગો કરીને સમાજ ને વેગવાન બનાવ્યો. જેમાં વિવિધ ધાર્મિક યાત્રાઓ, જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય ની શોભાયાત્રા નું સમાજજન સાથે મળીને સ્વાગત, નવરાત્રી પર્વ નિમિત્તે હવન અષ્ટમી ના દિવસે પ્રતીક રૂપે શ્રી માતાજી ની ચૂંદડી અને મહા આરતી નું આયોજન, શ્રી પુરષોત્તમ માસ નિમિતે શ્રી યમુનાસ્ટક ના પાઠ, અને હોળી માં ફાગ ઉત્સવ માં રસિયા નું આયોજન, ત્યાં ધોરણ-૧ થી લઈને ઉચ્ચ શિક્ષા સુધી ના હોનહાર વિદ્યાર્થીઓ ને પુરસ્કાર વિતરણ તેમજ નોટબુક વિતરણ નું આયોજન કરવામાં આવે છે,
સાથે-સાથે સમાજ ની કન્યાઓ થી કોઈ પણ શુલ્ક નહીં લેવાનું નિર્ણય પણ કરવામાં આવ્યો. સમાજ ના પરિવાર માં કન્યાઓ ના જન્મ નિમિતે 'સુકન્યા યોજના' લાગુ કરી ૧૦૦૦ રૂ. ની એફ.ડી.પોસ્ટ ઓફિસ થી કરી આપવાનું શરૂ કર્યું.
જરૂરત મંદ પરિવારો ને ચિકિત્સા ફંડ, વિવાહ સહાયતા, શિક્ષણ સહાયતા, અન્ય સહાયતા તેમજ જનરલ સહાયતા ફંડ પણ બનાવવામાં આવ્યો.
સન ૨૦૧૯ માં હોનહાર યુવાનો એ સમાજ ના ભવિષ્ય નો વિચાર કરી સમાજ ની ડિજિટલ વેબસાઈટ તથા મોબાઈલ એપ્લિકેશન માટે પ્રયત્ન કરી એક 'ડિજિટલ સમિતિ' નું ગઠન કર્યું અને આ રિતે સમાજ ને પ્રગતિશીલ બનાવ્વા માટે ના કાર્યક્રમ ની શરૂવાત કરવામાં આવી ને આ સાથે આજના ટેકનોલોજી ના યુગ માં સમાજ પણ કદમ થી કદમ મિલાવી ચાલવા સજ્જ થયો. જેથી સમાજ પોતાના વ્યવસાયિક કાર્યક્ષેત્રો માં તેમજ વ્યવહારિક કાર્યો માં પણ આધુનિક તકનીકો નો ઉપયોગ કરી શકે છે.
આ ડિજિટલ સમિતિ દ્વારા સમાજ ના અન્ય પદાધિકારીઓ ના સહયોગ થી તેમજ સલાહકાર સમિતિ ના સહયોગ થી આપણા સમાજ ની પોતાની એક 'વેબસાઈટ'' તેમજ 'મોબાઈલ એપ' ની રચના કરવામાં આવી છે.