મંડળની સ્થાપના :
સ્ત્રી શક્તિ સમાજનો અભિન્ન અને મજબૂત અંગ છે જે સમાજનો વિકાસ અને પરિવારમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન કરે છે. પારિવારિક અને ધાર્મિક સંસ્કારોને આગળની પીઢીને સોંપવા 25 વર્ષ પૂર્વ સમાજની વરિષ્ઠ મહિલાઓના એક સ્વૈચ્છિક મંડળ કે જેમાં શ્રીમતી પ્રભાબેન મદાણી, શ્રીમતી ચંચલબેન, શ્રીમતી વસંતબેન રાજપરા, શ્રીમતી મુકતાબેન કડેચા, શ્રીમતી તારાબેન મદાણી, શ્રીમતી દેવકુવરબેન રાજપરા, શ્રીમતી ભાગીરથીબેન સેજપરા, શ્રીમતી હરિચ્છાબેન રાજપરા, શ્રીમતી મંજુલાબેન લોલાડીયા,શ્રીમતી હંસાબેન રાજપરા, શ્રીમતી નિરૂબેન રાજપરા વિગેરે પ્રત્યેક એકાદશીના દિવસે કિર્તન તથા સત્સંગના કાર્યક્રમ આયોજિત કરતાં.
સમયનાં એક મોટા અંતરાળ જતા સમાજની જાગરૂક યુવા મહિલાઓ જેમાં શ્રીમતી સરોજબેન રાજપરા, શ્રીમતી અલકાબેન સેજપરા, શ્રીમતી રેખાબેન મદાણી, શ્રીમતી નીરુબેન ધોળકિયા, શ્રીમતી આરતીબેન ભાડીયાદ્રા ને 'વ્યવસ્થિત મહિલા મંડળની સ્થાપના' નો વિચાર આવ્યો જેમાં સમાજ માં મહિલાઓ માટે સાંસ્કૃતિક, સ્વાસ્થ્ય , ધાર્મિક અને આધુનિક પરિપેક્ષમાં જીવન ધોરણ ઊંચું લાવવાના કાર્યક્રમો થાય. આ વિચાર ના તત્વાધાન માં મંડળ ની સ્થાપના માટે એક મિટિંગ દેવશયની એકાદશી તા.૧૬-૦૭-૨૦૦૨ ના
રોજ રાખવામાં આવી, જેમાં સમાજની મહિલા-સભ્યોએ હાજર આપી અને 'શ્રી યમુના મહિલા મંડળ' એવું પવિત્ર નામ આપી ને મંડળની સ્થાપના કરવામાં આવી.
પ્રથમ કમિટી માં અધ્યક્ષ પદે શ્રીમતી મનોરમાબેન સોની, ઉપાધ્યક્ષ શ્રીમતી સાધનાબેન મદાની, શ્રીમતી નુતનબેન રાજપરાને મંત્રી, સ્વ શ્રીમતી રેણુકાબેન ધીણોજાને કોષાધ્યક્ષ, પ્રચાર મંત્રી નિરુપમા બેન ધોળકિયા, શ્રીમતી અલકાબેન સેજપરા, શ્રીમતી કમલેશબેન લોલાડીયા , શ્રીમતી આરતીબેન ભાડિયાદરા એમ 8 મહિલાઓની કમિટીને 5 વર્ષ માટે નિયુક્ત કરવામાં આવી.
મંડળના અધ્યક્ષ, મંત્રી અને સલાહકાર :
વર્ષ 2002-2007 અધ્યક્ષ શ્રીમતી મનોરમાબેન સોની
માનદ મંત્રી શ્રીમતી નુતનબેન રાજપરા
વર્ષ 2007-2012 અધ્યક્ષ શ્રીમતી નુતનબેન રાજપરા
માનદ મંત્રી શ્રીમતી અલકા બેન સેજપરા
વર્ષ 2012-2016 અધ્યક્ષ શ્રીમતી મનોરમાબેન સોની
માનદ મંત્રી શ્રીમતી પારુલ બેન અખેણીયા.
વર્ષ 2016-2020 અધ્યક્ષ શ્રીમતી મનોરમાબેન સોની
માનદ મંત્રી શ્રીમતી અનિલાબેન માંડલીયા.
સલાહકાર :
તેમજ વર્તમાનમાં મંડળના બે સલાહકાર પણ નિયુક્ત કરવામાં આવ્યા છે જેમાં શ્રીમતી નૂતનબેન રાજપરા અને શ્રીમતી અલકાબેન સેજપરા સેવા આપે છે.
મંડળની કાર્યવાહી અને ઉદ્દેશ્ય :-
આ મીટીંગમાં રૂ. ૫૦/-
સભ્ય ફી નક્કી કરવામાં આવી જે દરેક હાજર મહિલાઓ દ્વારા સહર્ષ સ્વીકાર કરવામાં આવ્યો, દરેક મહિને એકાદશીને દિવસે ધોળ-સત્સંગ થાય છે.
-માર્ગીય તેમજ અન્ય કિર્તનપદ વિગેરેનો સમાવેશ થયેલ છે.
આ સિવાય અન્ય પ્રવૃતિ જેમાં તુલસી વિવાહ, ફાગ-ઉત્સવ,ગરબા હરિફાઈ કાર્યક્રમ, ટીફીન પાર્ટી, વાનગી પ્રતિયોગીતા, ફેન્સી ડ્રેસ, તથા સ્વાસ્થય શિબિર
નું પણ આયોજન કરવામાં આવ્યુ. મંડળ દ્વારા “શ્રી ગિરિરાજી ની અલૌકિક માનસી પરિક્રમાંનું આયોજનકરવામાં આવેલ જેમાં મુંબઈની મંડળીને આમંત્રિત કરવામાં આવેલ. જેમાં દરેક મહિલાએ ખૂબ જ આનંદ કરેલ. જેવા કે હિંડોળા,જારીજીનો શૃંગાર, ફુલ મંડળી, સાબુદાણા વાનગી, મેહંદી , માટીના ગણપતિ બનાવવા, ઠાકુરજી ની માલા સિદ્ધ કરવી વગેરે ક્રાયક્રમ આયોજિત થયાં.
આ મંડળ દ્વારા શ્રી સમાજ અને શ્રી હિતવર્ધક સંસ્થા સાથે મળી ને શ્રી ઠાકુરજીનાં અન્નકૂટનો પ્રોગ્રામ દર વર્ષે સમાજના દિવાળી સ્નેહ-મિલન સમારોહમાં કરવામાં આવે છે.
આ પ્રકારે દરેક સભ્યો હળીમળીને મંડળનું કાર્ય સુચાર રૂપ થી ચલાવે છે.વર્તમાનમાં વાર્ષિક સભ્ય-ફી રૂ 100/- રાખવામાં આવ્યા છે અને મહિલા સભ્યોની સંખ્યા કુલ 110 છે. તથા 21 સભ્યોની વ્યવસ્થિત કાર્યકારીણી કાર્યરત છે.